વિસનગરમાંથી 11.70 લાખનો દારૂ ઝડપાયો, હજુ પણ રૂપાણી જનતાના અપમાનનું ગાણું ગાશે કે નૈતિક જવાબદારી સ્વીકારશે…

October 09, 2019 12:34 PM
6596
0
SHARE

(જી.એન.એસ.) મહેસાણા. તા.9
મહેસાણામાં દશેરાના દિવસે સડેલી મગફળીના આડમાં જીલ્લામાં ઠલવાતો દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ દરમ્યાન અન્ય 4 ઇસમો ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામેથી પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં ટ્રક અને એક્ટિવામાંથી 11,70,000નો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે.
મહેસાણા પોલીસને ચોક્કસ બાતમી મળતા વિજયાદશમીએ વિસનગરના ગુંજાળા નજીક મોટી સંખ્યામાં વિદેશી દારૂ કટિંગ થવાનો છે. આથી બાતમી આધારે ઉદલપુર જતાં રસ્તાની બાજુમાં પોલીસે વોચ ગોઠવી રેડ કરતા 11,70,000નો વિદેશી દારૂ કટિંગ કરતો આરોપી રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેમાં રેડ દરમ્યાન દારૂ કટિંગ કરનાર આરોપી ઠાકોર દીલીપજી લક્ષ્મણજી રહે. ગુંજાળા, તા. વિસનગરવાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે વધુ ચાર આરોપીઓ ગાડી લઇ ફરાર થઈ ગયા હતા.

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here