ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એક તરફી પ્રેમ માં પાગલ યુવકે ૧૨ માં ધોરણની પરીક્ષા આપી પરત ફરી રહેલ તરુણી પર છરી વડે હુમલો કર્યો.

March 14, 2020 10:57 PM
155
0
SHARE

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એક તરફી પ્રેમ માં પાગલ યુવકે ૧૨ માં ધોરણની પરીક્ષા આપી પરત ફરી રહેલ તરુણી પર છરી વડે હુમલો કરતા ગંભીર હાલતે તરુણીને ભાવનગર ની સર.ટી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવી છે, સમગ્ર ઘટના ને લઈને પોલીસે તરુણીની માતાની ફરિયાદ નોંધી અને ગણતરીના કલાકોમાં આ ઘટનાના આરોપીઓને ઝડપી લીધા છે.

વી.ઓ-૧

ભાવનગર શહેરમાં જાણે કે પોલીસનો ડર જ ના હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે, અપહરણ, ખંડણી, લૂટ જેવા ગુનાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે, આજે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી એક સગીર યુવતી ગઈકાલે ધો-૧૨ ની પરીક્ષા આપી ને પરત ફરી રહી હતી ત્યારે અચાનક જ બે વિશાલ મકવાણા અને તેનો મિત્ર આવી અને તરુણી ને છરી ના ઘા મારી ઈજાગ્રસ્ત કરી અને ફરાર થી ગયા હતા, ગંભીર રીતે ઘવાયેલ તરુણીને તાકીદે સ્થાનિકોએ ભાવનગર ની સર.ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ જ્યાં જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જો કે આ ઘટના બાદ તરુણીની માતાએ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદન નોંધાવતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હુમલો કરનાર વિશાળ મકવાણા અને તેનો મિત્ર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

બાઈટ-નીતાબેન ઠક્કર-યુવતીની માતા

બાઈટ-મનીષ ઠાકર –ડીવાયએસપી ભાવનગર

વી.ઓ-૨

જો કે બન્ને આરોપીઓ હાલ પોલીસ સકંજામાં છે,પોલીસેઆ બાબતે જણાવ્યું હતું કે તે ભોગ બનનાર તરુણીનો મિત્ર છે પરંતુ આ મિત્રતા ને પ્રેમ સબંધ તરફ લઇ જવા માંગતો હતો અને તે તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને આ બાબતે તે તરુણીને અવાનવાર પ્રેમસબંધ રાખવા માટે દબાણ કરતો હતો પરંતુ તરુણી તેના વશ ન થતા એકતરફી પ્રેમ માં પાગલ વિશાલે તેના મિત્રની મદદ લઈને ગઈકાલે ધો-૧૨ ની પરીક્ષા દઈ ને તરુણી ઘેર પરત આવી રહી હતી ત્યારે તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. રીપોર્ટર સંજય ભાઈ ભાવનગર

રિપોટર તુષાર કામળીયા ભાવનગર

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here