ગાંધીનગર ગિફ્ટસિટીમાં ગ્રાન્ડ મરક્યુરનું આગમન, તમામ સુવિધાથી સજ્જ

December 18, 2019 3:56 PM
340
0
SHARE

ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી

હોટલ જનરલ મેનેજર :- બિજોય સેન ગુપ્તા

ગાંધીનગર ગિફ્ટસિટીનો વિકાસ દિવસે ને દિવસે વધતો દેખાઈ રહયો છે ત્યારે ગાંધીનગર ગિફ્ટસિટીમાં 4 સ્ટાર હોટલનું આગમન થયું જે હોટલ અદ્યતન સુવિધાથી સજ્જ છે ભારતમાં પ્રથમ ઇન્ટેલિજન્ટ એન્ડ ગ્રીન ઇનફાસ્ટકચર તરીકે વિકસાવેલ ગિફ્ટ સીટી તેની પ્રથમ ઇન્ટરનેશનલ હોટલ ગ્રાન્ડ મરક્યુર ગાંધીનગર ગિફ્ટ સિટીને આવકારે છે.આ હોટલનું શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હાથે કરવામાં આવ્યો હતો. જેમાં હોટલના પણ તમામ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
આ હોટમા સજ્જ સુવિધાઓ પણ આપવામાં આવેલ છે જેવી કે  151 સુસજ્જ રૂમ આવેલા છે,આ હોટલની મુલાકાતિઓને ધ્યાન રાખીને 9 માળનું બાંધકામ કરી નવતર પ્રકારના સ્થાનિક ઈન્ટીરિયર ને આધારે કરવામાં આવ્યું છે.હોટલના પ્રારંભે બ્રિગેડ ગ્રુપના સીએમડી એમ.આર જયશંકર જણાવ્યું હતું કે અમે બ્રિગેડ ગ્રુપની 7મી હોટલ અને દક્ષિણ ભારતની બહાર સૌ પ્રથમ હોટલ ગ્રાન્ડ મરક્યુર ગાંધીનગર ગિફ્ટ સિટીને રજૂ કરતા ખુશી થાય છે કે ગુજરાતમાં એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ શરૂ કરવાની અમને જે તક મળી એ અમારા માટે આનંદની વાત છે. ગ્રાન્ડ મરક્યુર આશરે 20 પહેલા એશિયા પેસિફિકતથી પ્રારંભ કરીને આ હોટલ હવે 55વા ક્રમાંકે છે. અને એમાં પ્રવાસીઓની સ્વાસ્થ્યની ચિંતા રાખી વાનગીઓ પીરશવામાં આવશે. જૂથની ફ્લેગશીપ હોટલ્સમાં ભારતમાં ગ્રાન્ડ મરક્યુર મૈસુરૂ,બ્રાઝીલમાં ગ્રાન્ડ મરક્યુર બેલેમ દો પારા અને અન્ય સ્થાનોના સમાવેશ કરી હોટલો તૈયાર કરવામાં આવી છે. જે 110 દેશોમાંથી માત્ર ૪૯૦૦ હોટેલ્સ અને નિવાસનો અનોખો અનુભવ પૂરો પાડે છે. જેથી જનરલ મેનેજર પણ આ હોટેલને આવકારી તમામ બાબતે ધ્યાન રાખી ગિફ્ટ સિટીમાં આવેલ હોટલ દેખભાલ કરશે.

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here