અમરેલી અને ધારીના ભ્રષ્ટ કર્મચારીઓ બેફામપણે ભ્રષ્ટાચાર આચરી સેવા ને નામે મેવા આરોગી રહેલ હતા જે બાબતે પત્રકાર શ્રી અશોકભાઈ હાવળીયા દ્વારા ગુજરાત સરકાર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રીને થોકબંધ રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી.

October 13, 2020 5:00 PM
175
0
SHARE

વિજન

વિજન

વિજન

વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ દરમ્યાન અમરેલી જિલ્લામાં આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં અગાઉના કાર્યપાલક ઇજનેર કે.ડી. રાઠોડ સાહેબના નેજા હેઠળ રોડ રસ્તાને લગતા કરવામાં આવેલ કામોમાં ગેરવહીવટ આચરી માર્ગ અને મકાન વિભાગ અમરેલી અને ધારીના ભ્રષ્ટ કર્મચારીઓ બેફામપણે ભ્રષ્ટાચાર આચરી સેવા ને નામે મેવા આરોગી રહેલ હતા જે બાબતે પત્રકાર શ્રી અશોકભાઈ હાવળીયા દ્વારા ગુજરાત સરકાર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રીને થોકબંધ રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. તો શું માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી ટેન્ડરોમાં સહી કરી પગાર મેળવવા પુરતી જ સીમિત હશે…? કે પછી સરકારશ્રી દ્વારા આ વિભાગને ભ્રષ્ટાચાર આચરતા આવા કર્મચારીઓને કારસ્તાન યથાવત રહેવા દેવા કોઈ છૂટછાટ પ્રદાન કરાયેલ હશે…? જે એક તપાસનો વિષય છે.

ગુજરાત સરકારને અંધારામાં રાખી સરકારશ્રીના નીતિ નિયમોનો ભંગ કરી ભૂતપૂર્વ કાર્યપાલક કે.ડી. રાઠોડ અને ઓડીટરશ્રી એન. એન. કાચા સાહેબની કૃપા દ્રષ્ટિ નીચે પેટા વિભાગ ધારીની કચેરીમાં સગાવાદના ધોરણે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી વિનય પી. મકવાણાની બીનાધીકૃત ભરતી કરવામાં આવેલ અને ખોટા બીલો બનાવી બિલોની રકમની ભાગબટાઈ કરવામાં આવતી હતી.
જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને આ ગેરરીતી ની ફરિયાદો કરતા આંખ આડા કાન કરી આ કાંડમાં યેનકેન રીતે સામેલ દોષિત કર્મીઓ જેવા કે, ઓડીટર શ્રી એન.એન. કાચા, ઇજનેર શ્રી કે.આર. ચૌહાણ, એન.એમ. જાદવ, બી.આર. ચાવ તેમજ અન્ય લગત સ્ટાફ સામે નિયમ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલ જેથી આ ભ્રષ્ટ અધિકારી આજે પણ મુક્તપણે સરકારી સેવા ને વ્યાપારનું સ્વરૂપ આપી ભ્રષ્ટાચાર કરતા હોઈ તેવું અમારું માનવું છે.
અશોક હાવળીયાને ઓફીસ તરફ થી આપવામાં આવેલ એફિડેવિટમાં વિનય પી. મકવાણા વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી કામ કરતા હતા તો તેઓને કામ પર રાખનાર અધિકારી કોણ…? અને એટલા વર્ષ કેટલો પગાર અપાતો તથા પગાર ચુકવનાર અધિકારી કોણ…?
જયારે મામલતદારશ્રી ધારીને વિનય પી. મકવાણાને ઓફિસમાં રાખવામાં આવેલ નથી એવો લેખિત જવાબ આપેલ છે તો આમાં જવાબ સાચો કે એફિડેવિટ સાચું…? આમ માર્ગ અને મકાન વિભાગના આ ભ્રષ્ટ અધિકારીઓએ સરકારીતંત્ર ને મજાક મશ્કરી સમજી કાયદાની રૂપરેખા જ ફેરવી નાખી છે.
જો આમ જ સગાવાદના ધોરણે ભરતી કરવાની થતી હોઈ તો દેશમાં રોજગારી મેળવવા માટે ધક્કા ખાતા બેરોજગારોનું શું…?
માર્ગ અને મકાન વિભાગમાં થયેલ આ કૌભાંડની યોગ્ય તપાસ કરી કાયદાનું ખંડન કરતા ભ્રષ્ટ સતાધીકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર વિરામ પામે એવું લોકમુખે ચર્ચાય રહ્યું છે…

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here